મોરબી ના વાવડી રોડ પરથી દારૂની બોટલો સાથે એક ઈસમને પકડી પાડતી એ ડિવિઝન પોલીસ.

મોરબીમાં વાવડી રોડ રામપાર્કના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી રોડ રામપાર્કના નાકા નજીકથી આરોપી જુબેરભાઈ મહેબુબભાઈ માયક રહે. વાવડી રોડ રામપાર્ક-૧ તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં રૂ.૧૫૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.