વિકાસ કેવો હોય છે તે હજી સુધી અમે જોયો નથી ,પાયા ની સુવિધા આપવામાં પણ આ સરકાર નિષ્ફળ – સ્થાનિક રહીશો
વિશાલ જયસ્વાલ હળવદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમામ પક્ષો પોતાનું રાજકીય જોર લગાવી ચૂંટણી જીતવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે હળવદનો એક એવો વિસ્તાર છે કે જ્યાં વિકાસ શું છે તે જ ત્યાં ના લોકો ને ખબર નથી હળવદમાં આવેલ સુનિલ નગર ખાતે જાણે કોઈ છેવાડા નું ગામડું હોય તેવો વિસ્તાર લાગી રહ્યો છે આજ દિન સુધી વિકાસ ગાયબ થયા ગયેલો જોવા મળી રહ્યો છે ત્યાંના લોકોએ આજ દિન સુધી સારા રોડ રસ્તાઓ જોયા નથી , સ્ટ્રીટ લાઈટ ના થાંભલા પણ નજરે પડ્યા નથી તેમજ ચોમાસા દરમિયાન દોઢ દોઢ ફૂટ પાણીના ખાડાઓમાંથી પસાર થવું પડે છે
પીવાના પાણીની પણ ભારે સમસ્યા છે આવી પાયાની સુવિધાઓનો અભાવ હોવા છતાં પણ સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ એ વિકાસ હજુ અમારા સુધી પહોંચ્યો નથી તેના સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા હતા , તેમજ ચૂંટણી બહિષ્કાર નક્કી કર્યું છે અમારે કોઈ પક્ષથી મહત્વ નથી પરંતુ જ્યાં સુધી અમારી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીના બહિષ્કાર કરીએ છીએ હવે જોવાનું એ રહેશે કે નેતાઓ વાયદા કરશે કે ખરેખર વિકાસ કરશે ,એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે નેતાઓ વિકાસ કર્યો પણ પોતાનો લોકોનો નહિ ,અને વાતો વિકાસ ની કરે છે હવે તો લોકો જાગૃત બન્યા છે