આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે લાલપર હેલ્થ એન્ડ વેલનેસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એમ. પી. પટેલ બી એડ કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્પેશ્યલ યોગા સેશનનું આયોજન કરાયું હતું
જેમાં વિવિધ પ્રકારના યોગા કરાવવામાં આવ્યા હતા અને સ્ત્રીઓએ કેવી રીતે સ્વસ્થ રહેવું, વ્યસ્ત રહેવું અને મસ્ત રહેવું નવી જીવનશૈલી બનાવવી તે બાબતે મેડીકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના માર્ગદર્શન હેઠળ યોગ કોચ દીપકભાઈ વ્યાસ, ભાવનાબેન સોની દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું યોગ શિબિરને સફળ બનાવવા પ્રિન્સીપાલ બરાસરા, મહાત્મા ગાંધી વિધાલયના પ્રિન્સીપાલ દેત્રોજા, હેલ્થ સુપરવાઈઝર અંજનાબેન જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી