રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટો ,પાણી જેવી પાયાની સુવિધા ની લેખિત મા બાહેધરી આપશે એ પાર્ટી ને સર્મથન – સ્થાનિક રહીશો
વિશાલ જયસ્વાલ હળવદ : ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિકાસની વાતો વચ્ચે અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે હજુ વોર્ડ નંબર સાતમાં આવેલ સુનિલ નગર ખાતે થોડા દિવસો પહેલા મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા હતા.
ત્યારબાદ આજે વોર્ડ નંબર 5 માં આવેલ રુદ્ર ટાઉનશિપમાં મતદાન બહિષ્કારના બેનરો લાગતા રાજકીય ગરમાવો , સ્થાનિકોએ છેલ્લા દસ વર્ષથી રોડ રસ્તાઓ બિસ્માલ હાલતમાં હોય તેમજ સ્ટ્રીટ લાઇટો અનેક બંધ હાલત મા હોઈ તેમજ બાર મહિનાની અંદર આઠ મહિના પાણી આવતું હોય જ્યારે અનેક વખત પાણીની સમસ્યાઓ માટે રજૂઆત કરવી પડે આ તમામ સુવિધાઓ ના અભાવને કારણે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ,જો કોઈ નેતા સારા રોડ રસ્તા,બારે માસ પાણી , સ્ટ્રીટ લાઈટો ,સાફ સફાઈ ની કોઈ પાર્ટી ના નેતા લેખિત મા બાહેધરી આપશે તો એને સમર્થન આપીશું અન્યથા અમે મતદાન કરવા થી અડગા રહેશું
નગરપાલિકા મા રજૂઆત કરવા જઈએ ત્યારે પ્રમુખ તમારી સોસાયટી નગરપાલિકા મા ચેડલ નથી તો આ સુવિધા તમને મળે નહિ એવા જવાબ આપતા હોઈ છે તો નગરપાલિકા તમામ જાત નો વેરો ઉઘરાવે છે પરંતુ સુવિધા આપતી નથી અનેક સમસ્યાઓ થી લોકો થાકી ને અંતે મતદાન બહિષ્કાર નો નિર્ણય કરવા ના આક્ષેપ