મોરબી : મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાન, સ્પર્ધા યોજી NCC દિવસની ઉજવણી કરાઈ

શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજશ્રી મહેન્દ્રસિં જી સાયન્સ કૉલેજ ખાતે ભારત નું સૌથી મોટું અનુશાસિત સંગઠન એટલે કે NCC નું દિવસ કે જે દર વર્ષે નવેમ્બર મહિના નાં અંતિમ રવિવાર ના દિવસે ઉજવવા માં આવે છે તે ખુબજ જોશ ભેર ઉજવવા માં આવેલ.

કૉલેજ પ્રાંગણમાં પૂર્ણ સ્વચ્છતા અભિયાન તેમજ statue cleaning , NCC પર speech, સંગીત, કવિતા, NCC ના અનુભવો, ચિત્ર હરીફાઈ, નિબંધ સ્પર્ધા યોજવા માં આવેલ હતી જેમાં NCC cadets તેમજ આ કૉલેજ ના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ પણ પૂરતો સાથ સહકાર આપ્યો હતો.

સંપૂર્ણ કાર્યક્રમ માં સર્વોદય એજ્યુકેશન સોસાયટી ના મનારહ મંત્રી રજનીભાઈ તેમજ દેવાંગભાઈ દોશી તથા કૉલેજ ના સમગ્ર સ્ટાફ તેમજ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ માંડવીયાની હાજરી અને પૂર્ણ સાથ સહકાર રહ્યું હતું .કાર્યક્રમ ના અંત માં તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવવા માં આવેલ હતો તેવું કાર્યક્રમ ના સંચાલક NCC ઓફિસર કેપ્ટન શર્માએ જણાવ્યું હતું.