મંત્રીએ પરિવાર સાથે મતદાન કરી ગ્રામજનોને વધુ વધુ મતદાન કરવા અપીલ કરીએ
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું સમગ્ર રાજ્યમાં ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે. જાહેર જનતાની સાથે નેતાઓ અને દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે.
મોરબી ખાતે લોકો આનંદથી મતદાનના પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તેમના વતન માળીયા તાલુકાના ચમનપર ખાતે પરિવાર સાથે ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. મતદન કરી તેમણે ગ્રામજનોને અચૂક મતદાન થકી ૧૦૦ ટકા મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી.