ભાઈ જો મારે હો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા હઉ- સદી વટાવી ચૂકેલા કેશરબેન

મતદારો માટે પ્રેરણારૂપ સદી વટાવી ચુકેલા માતા અને દિવ્યાંગ પુત્રીની જોડી

મોરબી ખાતે તમામ મતદાન મથકો પર મતદારો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. યુવાથી માંડીને ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલા મતદાર ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. મોરબીના મહેન્દ્રનગર ખાતે સદી વટાવી ચુકેલા માજી અને તેમના દિવ્યાંગ પુત્રીએ ઉત્સાહભેર મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

મોરબીના મહેન્દ્રનગર ખાતે ૧૦૦ વર્ષ વટાવી ચુકેલા કેશરબેન કાવર અને તેમના દિવ્યાંગ પુત્રી છબીબેન મેરજા એમ બંન્ની માતા-પુત્રી વ્હીલચેરમાં મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.

આ બાબતે કેશરબેન કાવરે હર્ષભેર જણાવ્યું હતું કે, ભાઈ જો મારે હો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા હઉ. તેમના પુત્રી છબીબેન મેરજાએ જણાવ્યું હતું કે, મારે આ તકલીફ છે તો પણ મતદાન કરવા આવી છું, મતદાન કરવું જ જોઈએ