મોરબીમાં જ્ઞાતિવાદ ચરમસીમાએ: ૬૦ વર્ષિય સફાઈ કામદાર મહિલા સાથે બે શખ્શોએ દુષ્કર્મ આચર્યું કોઈ સંગઠનો આગળ ના આવ્યા…!!

મોરબી જીલ્લો એટલે ઔદ્યોગિક નગરી અને આ ઉદ્યોગના શહેરમાં હવે દરરોજના અનેક લુંટ, ફાટ, ચોરી, અપહરણ જેવા બનાવો સામે આવતા હોય છે. ત્યારે બધાને શરમાવી દે તેઓ કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે. અને શરમજનક સામે વાત એ છે કે આ કિસ્સાને પ્રકાશમાં આવ્યા છતાં કોઈ લોકો કે સંગઠનો મદદ માટે આગળ ના આવ્યા…

મળતી માહિતી મુજબ મોરબીમાં સફાઇ કામદાર તરીકે કામ કરતા ૬૦ વર્ષિય વૃદ્ધા મોરબીના રવાપર ગામ પાસે આવેલ તળાવ પાસે સફાઈ કરી રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે કબુતરી કલર ની સ્વીફ્ટ કારમાં બે નરાધમો પંકજ અને આશિષ આવી વૃદ્ધાને ધારીયું બતાવી અને બળજબરી પૂર્વક ગાડીમાં અપરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચાર્યું હતું. વૃદ્ધાને બાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માત્ર એમની સમાજના જ આગેવાનો દોડી આવ્યા હતા.

શરમજનક વાત તો એ છે કે, આ કિસ્સામાં કોઈ પણ સંગઠનો કે રાજકિય આગવાનોએ દોડી આવવાની તસ્દી ના લીધી હતી. જ્યારે કોઈ અન્ય સમાજની બહેન-દિકરી આ જગ્યાએ હોત તો ન્યાય માટે તમામ સમાજ આગળ આવીને આવા બનાવને ગુજરાતમાં ગજાવત જ્યારે સફાઇ કામદાર સાથે થયેલ આ દુષ્કર્મની ઘટના બહુજ શરમજનક હોવા છતા આરોપીને ફાંસીની માંગ કરો…!! એવી માંગ સાથે કોઈ આગળ ના આવ્યું..

આરોપીના પિતાએ વૃદ્ધાના પુત્રને ફરિયાદ પાછી ખેંચી લેવા આપી ધમકી
જ્યારે આ મામલે પરિવારજનો એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. સાથે જ સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પોલીસે તત્કાળ બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે. પરંતુ આરોપીના પિતાએ વૃદ્ધાને દિકરાને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા આરોપીના પિતાની દાદાગીરીનો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં સફાઇ કામદાર વૃદ્ધાનો પુત્રને આરોપીના પિતા તથા અન્ય ત્રણ માણસોએ સિવિલ હોસ્પિટલ આવીને ફરિયાદ પછી લઈલે નહિતર જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. જે મામલે વૃદ્ધાના દિકરાએ આરોપીના પિતા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પિડિત મહિલાને ન્યાય આપો: પાલિકા સફાઇ કામદાર મહીલાઓ
આ શર્મશાર કરનાર ઘટના મામલે માત્ર નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરતી મહિલાઓ આગળ આવી હતી. અને સફાઈ કામદાર મહિલા દ્વારા વીજળીક હડતાલ પાડીને કામ બંધ કરવામાં આવ્યું છે. અને આ ઘટનાના આરોપીને પકડીને કડકમાં કડક સજા કરી પિડીત મહિલાને ન્યાય આપવાની માંગ કરી છે.