વારંવાર વીજ ધાંધિયા થી વેપારીઓ લડી લેવાના મૂડમાં – વીજ કંપની ની લાલિયા વાડી થી હળવદમાં જન આક્રોસ ચરમસીમાએ
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી વીજ કંપનીની લાલીયાવાડી થી જન આક્રોશ ચરમશીમાએ જોવા મળી રહ્યો હતો ત્યારે વારંવાર વીજ કંપનીના લાલીયાવાડી થી વેપારીઓ પરેશાન થતા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા 24 કલાક વીજળી ઉપલબ્ધ કરવાનો દાવો કરવામાં આવે છે પરંતુ સ્થાનિક અધિકારીઓ કોઈક ના ઈશારે સરકારને બદનામ કરવા વારંવાર હળવદ શહેરમાં વીજકાપ કરતા હોય છે ત્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ દ્વારા pgvcl અધિકારીને તાત્કાલિક ધોરણે હળવદમાં થતી
આ વીજકાપની વારંવાર ઘટનાઓને જો રોકવામાં નહીં આવે તો તમામ સ્ટાફની બદલી કરી ખાતાકીય તપાસ તેમજ નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે તેમજ જો તારીખ 28 જાન્યુઆરી સુધીમાં આ વીજકાપનો યોગ્ય નિર્ણય નહીં આવે તો સમગ્ર હળવદ શહેરના વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી ઉગ્ર આંદોલન કરી વિરોધ નોંધાવશે જેની સંપૂર્ણ જવાબદારી pgvcl તંત્રની રહેશે તેમ જ આ અંગે અલગ અલગ અધિકારીઓને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે