મોરબી : પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ

ઘર વપરાશ અને મધ્યાહ્નન ભોજનમાં બાજરાના ઉપયોગને પ્રોત્સાહન આપવા બાજરાની વાનગી બનાવાઈ

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં બાજરાનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે બાજરાનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ બાજરાનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ?

એ માટે મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશમાં બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, ચમચમીયા, વઘારેલો રોટલો, વડા, વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા

પ્રથમ નંબર મિત્તલબેન રાધુરા લૂંટાવદર શાળાને 5000/- રૂપિયા દ્વિતીય હર્ષદભાઈ ઉંતવડીયા માધાપરવળી દ્વીતીય નંબરને 3000/- રૂપિયા અને તૃતીય નંબર મીનાબેન માંકડિયાને 2000/- રૂપિયાના ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં એચ.આર.સાંચલા સીટી મામલતદારની ઉપસ્થિતમાં મયુરીબેન ઉપાધ્યાય સીડીપીઓ, વર્ષાબેન સોલંકી મુખ્ય સેવિકા, શૈલેષભાઈ કાલરીયા સી.આર.સી. કો.ઓ. ચિરાગભાઈ આદ્રોજા બીઆરસી કો.ઓર્ડીનેટર કાળુભાઇ વી.પરમાર અધ્યક્ષ એસ.એમ.સી. વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા

મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ તેમજ બળવંતભાઈ સનારીયા, ચંદુભાઈ વ્યાસ મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના કાર્યકર્તા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન,આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.આગામી તા.28.01.23 ને શનિવારના રોજ જિલ્લાકક્ષાની સ્પર્ધા પણ માધાપરવાડી કન્યા શાળા ખાતે યોજાશે જેમાં તમામ તાલુકાઓમાંથી પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો ભાગ લેશે.