મોરબી : TB ના ૩૦ દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી

TB મુક્ત ભારત TB મુક્ત ગુજરાત ના લક્ષ્યાંક ને સાર્થક કરવા માટે TBના દર્દીઓને કોમ્યુનિટી સ્પોર્ટ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે અનેજીલ્લા ક્ષય અધિકારી એન. એન. ઝાલા સાહેબ ના સતત માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના મેડીકલ ઓફિસર ડો. કે.પી.વિડજા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડ ની ટીમ ના સતત પ્રયત્ન થી

અને ગામના આગેવાનો જેવાકે સરપંચ મેઘરાજસિંહ એન. ઝાલા, પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, ગામ આગેવાન નરવીરસિંહ વી. ઝાલા રંગપર સિરામિક એસોસીએશન ના મણીલાલ પટેલ વગેરેના સહયોગ થી અંદાજે ૩૦ જેવા TB ના દર્દીઓને ૬ માસ સુધી ન્યુટ્રીશન સપોર્ટ માટે TB ના દર્દીઓને દતક લઈને ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ટીમ રંગપર ના કર્મચારીઓ દ્વારા ખુબજ મહેનત કરેલ