નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની  ઉજવણી કરાઈ

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવયુગ સંકુલ-વીરપર ખાતે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ વિશિષ્ઠ સેમિનાર નું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત A Motivational speaker, A celebrated Numerologist, An International Fashion Director mrs.MMonisa Mohinanie મુખ્ય મહેમાન તેમજ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને BBA તેમજ B. Sc. ની વિદ્યાર્થીનીઓ ને women empowerment, success in your career to numerology વિશે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવામા સંસ્થા ના પ્રમુખ પી. ડી. કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સારસાવડિયા, B.Sc. વિભાગના પ્રિન્સિપાલ વરુણ ભીલા, BBA વિભાગના પ્રિન્સિપાલ હિરેન મહેતા, સંકુલ વિભાગના પ્રિન્સિપાલ યતિન રાવલ, B.Com. વિભાગ ના પ્રિન્સિપાલ નિલેશ મીરાણી, કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ વિનોદ વરમોરા, HR વિભાગ માંથી પારૂલ પટેલ તેમજ નવયુગ ગ્રૂપ ઓફ કોલેજના તમામ સ્ટાફ સભ્યો એ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

મહિલા દિવસ નિમિતે  સેનિટરી પેડ વેન્ડર મશીનનું ઉદ્ઘાટન કરી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ મોરબી ની એવી સૌપ્રથમ કોલેજ બનેલ છે જે કોલેજની મહિલાઓ માટે સેનિટરી પેડ વેન્ડર મશીન ઉપસ્થિત કરાવ્યું છે તેથી નવયુગ ગ્રૂપ ઓફ કોલેજ ની મહિલાઓએ સંસ્થા ના પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.