શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામા ઉજવાયો ૭૪ મો પ્રજાસત્તાક પર્વ

રોટરી ગ્રામ ( અ ) પ્રાથમિક શાળામા આઝાદીના ૭૪ પ્રજાસત્તાક દિનની દીકરીની સલામ દેશકે નામ કાર્યક્રમથી શાનદાર ઉજવણી કરવામા આવી. આ પ્રસંગે ગામમા સૌથી વધુ ભણેલ સોનાલી રમેશભાઈ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ..૨૬ જાન્યુઆરી ૨૦૨૨ થી ૨૫ જ‍ન્યુઆરી ૨૦૨૩ દરમિયાન જન્મેલ દીકરી અને તેની માતાનું સન્માન કરવામા આવેલ. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર પ્રેમ અને દેશપ્રેમને ઉજાગર કરતાં અવનવા સાસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવેલ.

શિક્ષણ ક્ષેત્રે શાળાના ભૌતિક પર્યાવરણથી લઈ વિવિધ માળખાકિય શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવા અને ૧૮ વિદ્યાર્થીઓથી લઈને ૭૫ વિદ્યાર્થીઓ સુધી શાળાનવ પંહોચાડી ઉત્તમ શૈક્ષણિક કાયઁ કરવા બદલગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨ -૨૩ નાં પ્રતિભાશાળી શાળી શિક્ષક પુરુસ્કારમા પંસંદગી પામેલ શાળાના આચાર્ય મણિલાલ સરડવાનું SMC ના અધ્યક્ષ પાંચોટીયા હર્ષદ નવીનભાઈ,સી.આર.સી.કો ઓર્ડીનેટર હરદેવભાઈ ડાંગર દ્વાર‍ા પ્રતિભાશાળી શિક્ષક સન્માન પાત્રથી શાળાના આચાર્ય સરડવા મણીલાલ ને આપી નવાજવામાં આવેલ.

આ તેમને અમરનગર ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ હીનાબેન હર્ષદભાઈ પાંચોટીયાના વરદ હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ શાળાના 60 વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડો ,પેન આપી ગામના આગેવાન કોટડીયા નરભેરામ ધનજીભાઈ તરફથી આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ પ્રકાશભાઈ ઘોડાસરા તરફથી ઉપસ્થિત બાળકોને હળવો નાસ્તો કરાવવામાં આવેલ.અંતે શાળાના આચાર્ય સરડવા મણીલાલ વી. તરફથી શાળા પરિવાર વતી તમામ નો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરેલ.

સમગ્ર કાર્યક્રમમાં ગામના નાગરિકો , SMC સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્યોએ બહોળી સંખ્યામા હાજરી આપેલ.આ પ્રસંગને દીપાવવા શાળાના આચાર્ય મણિલાલ સરડવા અને તેમની શિક્ષક ટીમે ભારે જહેમત ઉઠાવેલ