મોરબી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય

મોરબી વી.સી.પરા વિસ્તારમાં આવેલ વિજયનગર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ર્ડા. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ભારત દેશનું રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી એટકે કે પ્રજાસત્તાક દિવસની શાન ભેર ઉજવણી કરવામાં આવી, વહેલી સવારે ૮:૩૦ ના સમયે પ્રાથના બાદ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ

જેમે શાળાના શિક્ષિકા હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ ત્યાર બાદ રાષ્ટ્રીય ગીત સાથે પ્રજાસત્તાક પર્વની બાળકોને સમજણ આપવામાં આવેલ આ સમયે ર્ડા. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી કે.આર.ચાવડા, ર્ડા. પરેશ પારીઆ સહિત શાળાના શિક્ષકો, મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ