મોરબી : જે.એ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થિનીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની રાઠોડ માનસીએ 88.84 ટકા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજી ડિગ્રીમાં પ્રથમ નંબર મેળવ્યો છે. મહત્વનું છે કે, જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની પ્રથમ બેચ માર્ચ-2022માં પાસ થઈ છે.

ત્યારે પ્રથમ બેચમાં જ ગોલ્ડ મેડલ મળતાં સંસ્થા માટે ગર્વની વાત છે. સંસ્થા તરફથી વિદ્યાર્થિનીને 15 હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રમુખ બેચરભાઈ હોથી, ચેરમેન વલમજીભાઈ અમૃતિયા, પ્રિન્સિપાલ આરતી રોહન તથા સમગ્ર સ્ટાફ તરફથી વિદ્યાર્થીની રાઠોડ માનસીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.