મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશની વિદ્યાર્થીઓએ મુલાકાત કરી

“રાંદલ વિદ્યાલય અને ઉમા વિદ્યાલ ના વિદ્યાર્થીઓ ધોરણ 8 ના 96 બાળકોને માહિતી આપતા પી.આઈ દેકાવડીયા”

(રિપોર્ટ :આરીફ દિવાન મોરબી) : પોલીસ અને શિક્ષક સમાજ માટે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે જેમાં શિક્ષક સંસ્કારની સાથે શિક્ષણના શબ્દોનું જ્ઞાન આપી વિદ્યાર્થી ને મજબૂત વિદ્યાર્થી બનાવી સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ પોતાનો વિદ્યાર્થી બને તેવા પ્રયાસો શિક્ષકોમાં હોય છે જ્યારે પોલીસ સતત પ્રજાના રક્ષક તરીકે ફરજ ના ભાગે ઠંડી હોય કે ગરમી કે પછી વરસ તો વરસાદ હોય ફરજ ના ભાગે કાયદો વ્યવસ્થા જાળવી રાખવું ના કાર્ય સાથે અસામાજિક પ્રવૃત્તિને અટકાવી જેવો કે દારૂ જુગાર ચોરી નાબૂદ થાય અને સર્વે સમાજમાં પ્રમાણિક પ્રતિષ્ઠા સાથે એકતા ભાઈચારો સુલે શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસો સાથે ફરજ ના ભાગે કરતા હોય છે

ત્યારે એ પોલીસ અને શિક્ષક સાથે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે શિક્ષકે બી ડિવિઝન પોલીસ મથકમાં વિદ્યાર્થીઓની માર્ગદર્શન મુલાકાત શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ. દેખાવડીયા અને પોલીસ ટીમે કુલ 96 વિદ્યાર્થીઓ કાયદાકીય માર્ગદર્શન સાથે પોલીસ મથકમાં લોકપ વિવિધ કચેરી ડી સ્ટાફ ક્રાઈમ વગેરે વિભાગની કામગીરી સાથે પોલીસના ફરજમાં આવતી વિવિધ માહિતી પીરસવામાં આવી હતી

જેમાં રાંદલ વિદ્યાલય ના 47 વિદ્યાર્થીઓ અને ઉમા વિદ્યા સ્કૂલના 49 વિદ્યાર્થીઓ સાથે આચાર્ય મનોજભાઈ ઓગણજા તેમજ નિમિશ ભાઈ પોપટ શિક્ષક તેમજ ઉમા વિદ્યા સ્કૂલના આચાર્ય ભાવિકાબેન રૈયાણી અને શિક્ષક હસમુખભાઈ વણોલ એ પીઆઇ પી.એ દેખાવડીયા અને તેની ટીમના ચંદ્રસિંહ તેમ કાજલબેન. તુષારભાઈ. જોરુભા. રમેશભાઈ મિયાત્રા સહિત સમગ્ર પોલીસ ટિમ એ વિદ્યાર્થીઓને વિવિધ કાયદો વ્યવસ્થા અંગેની વિસ્તૃત માહિતી સાથે વિદ્યાર્થીઓને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસના આધુનિક યુગમાં સાઇબર ક્રાઇમ સહિતની વિગેરે માહિતી આપી હતી જે સમગ્ર કાર્યક્રમ ની તસ્વીરો દ્રશ્યમાન થાય છે