અદાણીના FPOમાં વિદેશી કંપનીએ 3261.29 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

અદાણીના FPOમાં વિદેશી કંપનીએ અધધધ રોકાણ, કહ્યું; અદાણી પર મજબૂત વિકાસની અપાર સંભાવના

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટા કડાકા વચ્ચે અદાણી એન્ટરપ્રાઈઝનો ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે FPO ધૂમ મચાવી રહ્યો છે. અદાણીની કંપનીના FPOમાં UAEની મોટી લિસ્ટેડ કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ 3261.29 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી.. IHCએ સબસિડી ગ્રીન ટ્રાન્સમિશન ઈન્વેસ્ટમેન્ટ હોલન્ડિંગ આરએચસી લિમિટેડ દ્વારા રોકાણ કર્યા છે. IHC અબુધાબીમાં આવેલી ખૂબ જાણીતી કંપની છે. સ્થાનિક સ્તરે તે સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. આ કંપનીએ એન્કર બૂકમાં પણ રૂપિયા લગાવ્યા છે.

IHCના CEO સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝના ફંડામેન્ટલ્સ પર અમને વિશ્વાસ છે. અદાણી એન્ટરપ્રાઝમાં લોંગ ટર્મમાં ગ્રોથની મજબૂત સંભાવના દેખાઈ રહી છે. જેના કારણે અમે તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શેરહોલ્ડર્સની વેલ્યુ વધારવામાં આવી શકે. શુએબે જણાવ્યું હતું કે એફપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે કંપનીનો અર્નિંગ રિપોર્ટ, કંપનીના મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસિસની જાણકારીની સાથે સાથે રોકાણ માટે નિર્ણય લેવા માટે ઘણો બધો ડેટા ઉપલબ્ધ રહે છે.

અદાણી એન્ટરપ્રાઈઝના 20 હજાર કરોડ રૂપિયાનો FPO 31 જાન્યુઆરી સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ FPO માટે 3112-3276 રૂપિયાની પ્રાઈસ બેન્ડ છે. જેમાં રિટેલ ઈન્વેસ્ટર્સને 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.