“કાયદા તોડ વાહનચાલકો સામે કાયદાનું પાલન કરાવી નશો કરેલી હાલતમાં વાહન ચલાવનાર સામે કાયદો તોડ ને કાયદા સર ટ્રાફિક સેન્સ આપી”
મોરબી શહેર-જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની કડક સૂચના અંતર્ગત મોરબી જિલ્લાના વિવિધ પોલીસ મથકો ના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર પોલીસ ટીમ ફરજ ના ભાગે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુસર પોતપોતાના વિસ્તારોમાં બાજ નજર કરી ગુનાહિત પ્રવૃત્તિઓ અને અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં 59 દિવસ માં 603 જેટલા ક્રાઈમ ડાયરી માં ગુના નોંધાયા છે જેમાં ગત તારીખ 1-1 2022 થી 28-2-2022 સુધીમાં એટલે કે 59 દિવસમાં 2 હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે તો એક ખૂન કરવાની કોશીષ ની ઘટના નોંધાઈ છે નવ ચોરીની ઘટના બની હતી જે તમામે તમામ ચોરને ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે
ગેરકાયદેસર હથિયાર લઈને નીકળવું એ ગુનાહીત પ્રવૃત્તિઓને અંજામ આપે તે પહેલાં જ બે હથિયાર સાથે નીકળેલા શખ્સોને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું જ્યારે દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં દારૂનું દૂષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે તે દિશામાં પણ પોલીસે બાજનજર કરી ખૂણે ખૂણે દારૂ પીધેલી હાલતમાં કે દારૂ વેચતા હોય તેવા વ્યક્તિઓને ઝડપી પાડી ગુનો નોંધ્યો છે તેવા ગુનાઓ ની સંખ્યા 59 દિવસમાં 153 જેટલી રહી છે જ્યારે અટકાયતી પગલાં ભાગ એટલે કે ગુનાહિત પ્રવૃત્તિ સબબ કરવામાં આવતી કામગીરીમાં પણ પોલીસે ગુનેગારોને અટકાયતી પગલાં ભાગે 316 જેટલા ની અટક કરી હતી ત્યારે ફરજ ના ભાગે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકને અડચણ સ્વરૂપ પાર્ક કરેલા આડેધડ પાર્કિંગ કે રોંગ સાઈડમાં વાહન આપનાર સામે પણ પોલીસે લાલા કરી IPC કલમ 283 મુજબ પણ 68 જેટલા વાહનચાલકોને ટ્રાફિક સેન્સ સાથે કાયદાનું જ્ઞાન પૂરું પાડ્યું છે
તો નશો કરી વાહન ચલાવવું એ ભારે જોખમી બન્યું હોય તેવી દિશામાં પણ પોલીસે વાહનચાલકોને રોકી તપાસ કરતા 15 જેટલા શકશો નશો કરેલી હાલતમાં ચાલુ વાહને ઝડપાયા છે વધુ ગતિએ વાહન ચલાવું એ વાહનચાલક માટે અને અન્ય માટે ગંભીર જોખમી બન્યું હોય તે વાહન ચાલકો વધુ ગતિ વાહનને ચલાવતા 34 વાહનચાલકો સામે સેક્સ IPC કલમ 279 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં કાયદા તોડ વાહનચાલકો સામે મોરબી તાલુકા પોલીસે ધોંસ બોલાવી 39 જેટલા વાહનો ડીટેન કરી રૂપિયા એક લાખ જેટલું દંડ ફટકાર્યો છે જેથી ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં ટ્રાફિક સેન્સ અને કાયદાનું કડક પાલન થાય તેવા પ્રયાસો પ્રજાના રક્ષકો પોલીસ તંત્ર દ્વારા ફરજ ના ભાગે કરવામાં આવ્યા હતા જેથી સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ ની સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પણ નાબૂદ કરવાના જિલ્લા પોલીસ વડાની સુચના થી સમગ્ર શહેર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા તેમાં મોરબી તાલુકા પોલીસે ફરજના ભાગ એ કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે સાથે કાયદા તોડ શખ્સો સામે કાયદાઓનું શાસ્ત્ર ઉઠાવીને કાયદાની કલમો અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરી છે