મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત સીવણ કેન્દ્રમાં સર્ટિફિકેટ વિતરણ કરાયા

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત વાવડી રોડ પર આવેલા ભગવતી પાર્ક સોસાયટીમાં ગરીબ પરિવારની બહેનો કે જેઓ કેન્દ્રમાં સીવણ ક્લાસ માં શીખીને પોતાના પરિવાર અને ખુદ માટે ઉપયોગી બને તે હેતુ સબબ ગંગા સ્વરૂપ સહાય સમિતિ ના ચેરમેન દેવકરનભાઈ આદ્રોજા અને તે સમિતિના સભ્યો ત્રિભોવનભાઈ ફુલતરિયા અને વિનુભાઈ ભટ્ટ ના હસ્તે સીવણ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા

હેતલબેન ભટ્ટ કે જેઓ આ સિવન કેન્દ્ર ખૂબજ સારી રીતે ચલાવી રહ્યા છે તેમણે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું ત્યાં હાજર તમામ બહેનોએ પણ સારો પ્રતિભાવ આપી અને બીજાને ઉપયોગી બનીશું તેવી ભાવના વ્યક્ત કરી હતીતેમ આ સમિતિના સભ્ય ત્રિભોવનભાઈ ફૂલતરિયની યાદી જણાવેલ છે