મોરબી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મહિલા મોરચાના વિવિધ હોદ્દાઓની નિમણુંક કરાઈ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા વિશ્વ દિન નિમિત્તે મહિલા વિશ્વ દિન ની ઉજવણી કરી મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રીટાબેન નિલેશભાઈ ભાલોડિયા અને મોરબી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે પુષ્પાબેન કૌશિકભાઈ ભટ્ટ (એડવોકેટ) ,મોરબી તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે નિધીબેન ભાવેશભાઈ લાડોલા (એડવોકેટ) ની નિમણૂક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાધેલા દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને શશક્તિ ના ભાગરૂપે નિમણૂક કરેલી છે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઇ જે પટેલ નીમણુંક હુકમ અર્પણ કરીને કોંગ્રેસ પક્ષને મજબુત બનાવવા અને કૉંગ્રેસ પક્ષના વિચાર ધારાને ધર -ધર સુધી પહોંચાડવા અનુરોધ કરેલ

આ નિમણૂકને મોરબી શહેર પ્રમુખ, મોરબી યુથ જિલ્લા, પ્રમુખ જિલ્લા પ્રમુખ અને એસ. યુ. આઈ. તેમજ પૂર્વ મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ અમિતાબેન લોરીયા, રોમાનાબેન સોલંકી તેમજ નસીમાબેન જાફર, પ્રભાબેન જાદવ, મેમુનાબેન બ્લોચ, જમનાબેન, કલ્પનાબેન પરમાર, હસીનાબેન લાડકા વગેરે કોંગ્રેસ પક્ષના તમામ બહેનો તથા આગેવાનોએ આવકારી સાથે અભિનંદન પાઠવ્યા હતા.