કલા મહકુંભમા ભાગ લેનાર વિવિધ સ્પર્ધકોને ૧૯ ફેબ્રુઆરીનાં રોજ ૮:૦૦ થી ૧૦:૩૦ સુધીમાં રિપોર્ટિંગ કરવાનું
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા ગુજરાત મધ્યઝોન પ્રદેશકક્ષાના કલા મહાકુંભ – ૨૦૨૨-૨૩નું આયોજન મોરબી ખાતે થનાર છે.
આ કલા મહાકુંભ આગામી ૧૯ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. સ્પર્ધકોની રીપોટીંગ તારીખે અને સમય તા. ૧૯/૦૨/૨૦૨૩ના રોજ નાલંદા વિદ્યાલય, ‘બા’ની વાડી પાસે, વિરપર, તા. ટંકારા, જિ.મોરબી ખાતે સમય સવારે ૮:૦૦ થી ૧૦:૩૦કલાક સુધીમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે.
ઉપરાંત (૧) દરેક જિલ્લાના ક્લાકારોએ સમયસર હાજર થઈ જવાનું રહેશે. (૨) સ્પર્ધકે પોતાના આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ પૈકી એક ઓરીજનલ અને ગેરોક્ષ સાથે રાખવું. (૩) તમામ સ્પર્ધકે પોતાની બેંક પાસબુકની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે (જો સ્પર્ધક પોતે ખાતા ધારક ન હોય તેવા સંજોગોમાં માતા તથા પિતાની પાસબૂકની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે). (૪) ટીમ મેનેજર શ્રીએ પોતાનો ટીમ મેનેજરનો ઓર્ડર તથા બેંક પાસબુકની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે અને તમામ રજુઆતો ટીમ મેનેજર દ્વારા કરવાની રહેશે. નવા પ્રવાસન ખર્ચનો (TLA.D.A) વ્યવહાર જે તે મેનેજર સાથે કરવામાં આવશે. (૫) ભાગ લેનાર સ્પર્ધકોએ સ્પર્ધા શરૂ થતા અગાઉ ૧ કલાક પહેલા રીપોટીંગ કરવાનું રહેશે.
(૬) સ્પર્ધાનો સમય અને કાર્યક્રમમાં ફેરફાર આયોજક કરી શકશે. (૭) અંડર એજ / ઓવર એજ સ્પર્ધકોને કોઈપણ સંજોગોમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં (૮ ) સ્પર્ધા સ્થળે શિસ્તબદ્ધ વર્તવાનું રહેશે, સ્પર્ધા સ્થળે ઉપલબ્ધ સગવડોનો જ ઉપયોગ કરવાનો રહેશે. (૯) સરકારશ્રીના નિયમ અનુસાર ટૂંકામાં ટૂંકા અંતરેથી મુસાફરી કરવાની રહેશે અને એસ.ટી. ની સાદી / એક્સપ્રેસ બસનું ભાડુ ચૂકવામાં આવશે. (૧૦) ભોજન વ્યવસ્થા ફક્ત ભાગ લેનાર કલાકારો અને સહાયકો માટે જ કરવામાં આવશે. (૧૧) સ્પર્ધાના નિર્ણાયકોનો નિર્ણય આખરી અને જે તે સ્પર્ધકને માન્ય રાખવાનો રહેશે. (૧૨) જે તે જિલ્લાની પ્રથમ નંબરની સ્પર્ધકની યાદી સાથે લાવવાની રહેશે. તે સિવાયના સ્પર્ધકને કોઇપણ સંજોગોમાં ભાગ લેવા દેવામાં આવશે નહી.
સ્પર્ધાનું નામ, વિભાગ, સ્પર્ધકનું નામ, સંસ્થાનું નામ, જન્મતારીખ, મોબાઇલ નંબર, ક્રમ એમ વિગતો સાથે રાખવાની રહેશે.
ગુજરાત મધ્ય ઝોન પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા -૨૦૨૨-૨૩ની વિગતવાર વાત કરીએ તો, (૧) ગરબા માટે ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ વિભાગ માટેનું સ્થળ મુખ્ય સ્ટેજ (ગ્રાઉન્ડ) રહેશે. (૨) સર્જનાત્મક કારીગીરીમાં ૬ થી ૧૪ વર્ષ વિભાગ માટેનું રૂમ નં-૨૧૯ Eng. લેબ અને ૧૫ થી ૨૦ વર્ષ માટે રૂમ નં. – ૨૧૬ મ્યુઝીક રૂમ પહેલો માળ રહેશે. (૩) કથ્થકમાં ૬ થી ૧૪ વર્ષ અને ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ માટે રૂમ નં-૨૧૮ ડાન્સ રૂમ, પહેલો માળ રહેશે. (૪) સુગમ સંગીત ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વિભાગ માટે રૂમ નં – ૩૨૦ એક્ટીવીટી રૂમ,બીજો માળ.
(૫) ગઝલ શાયરી લેખનમાં ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ વિભાગ માટે રૂમ નં – ૩૧૫ ક્લાસ રૂમ, બીજો માળ રહેશે. (૬) ઓરેગન ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ વિભાગ માટે રૂમ નં – ૪૧૯ ઓડિટોરીયમ, ત્રીજો માળ (૭) વાંસળી (સીધી પ્રદેશકક્ષા) ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વિભાગ માટે રૂમ નં- ૪૧૭ રીડીંગ લેબ ત્રીજો માળ રહેશે.
વધુ વિગતો માટે (૧) એસ.ડી.વ્યાસ (પ્રાંત યુવા વિકાસ અધિકારી)–૮૭૮૦૨૩૫૫૧૮, (૨) નિરવભાઈ રાવલ –૯૬૬૨૬૦૭૭૦૬ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.