ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવનાર ટીમ A અને ટીમ B ને વિજેતા જાહેર કરાઇ
G-20 ઇન્ડિયાની પ્રેસિડન્સી અંતર્ગત એજ્યુકેશન વિભાગદ્વારા કોલેજ લેવલે અલગ અલગ કાર્યક્રમ કરવાની માહિતી પુસ્તિકાના આધારે લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબીદ્વારા પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં G-20 કન્ટ્રીઝ કલ્ચર , અર્બન ડેવલપમેન્ટ અને ટુરીઝમ ઇન ઇન્ડિયાના જેવા વિષયો લેવામાં આવ્યા હતા. જેની અંદર સંસ્થાના દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કોમ્પિટિશનના અંતે રેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ A (શુભમ ગોહેલ, અંકિત કોળી, ધ્રુવ ચૌહાણ અને કેવલ આહિર) અને ટીમ B (વત્સલ જોશી, વૈશ્વિક પંડ્યા, મયુર રાઠોડ) બંન્ને ટીમને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી.
આ ઇવેન્ટનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી. એન. સુથાર સર , G-20ના નોડલ ઓફિસર તરીકે ડૉ.માયાબેન વાધવાની અને સંસ્થાના જીમખાનાના વાઇસ પ્રેસિડેન્ટ એન. એમ.ભટ્ટની ટીમે તેમજ અન્ય સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓએ મળીને કર્યુ હતું.