“નાસ્તો જમવાનું અને મેડિકલ સાથે ઠંડા ગરમ પાણીની વ્યવસ્થા નાવા ધોવા માટે ઉપલબ્ધ છે”
સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાભેર યાત્રીઓ હજારો કિલોમીટરના અંતર કાપી ધાર્મિક સ્થળોએ મંદિર ખાતે ભગવાન કે માતાજીના દર્શન અર્થે શ્રદ્ધા સાથે શ્રદ્ધાળુઓ જતા હોય છે ત્યારે ભક્તિભાવે નિસ્વાર્થ ભગવાન ના ભક્તો પણ પદયાત્રીઓની ભક્તિ કરવામાં કોમી એકતાનું પ્રતિક નાતજાતના ભેદભાવ વગર પદયાત્રીઓની સેવા કરવાનું કાર્ય કરી પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પો ત્યારે દેવોનો દેવ મહાદેવ જડેશ્વર મહાદેવ ખાતે જડેશ્વર ચોકડી પાસે ગ્રામ્ય વિસ્તારની એકતાના પ્રતીક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સજનપર, કોઠારીયા, તીથવા, વડસર ગ્રામ્ય વિસ્તારના યુવાનો અગ્રણીઓ આગેવાનો જય દ્વારકાધીશ કેમ્પ મહાશિવરાત્રી નિમિત્તે તારીખ 1-3-2022 થી 11-3-2022 સુધી આ કેમ્પનો પદયાત્રીઓ લાભ લઇ શકે છે
આ કેમ્પમાં નાસ્તો જમવાનું મેડિકલ સુવિધા સતત રાતદિવસ ચા પાણી નાસ્તો કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જડેશ્વર મહાદેવની કૃપા રહી હોય તેમ સર્વે સમાજનો સહયોગ સાથે સજનપર કોઠારીયા તીથવા વડસર ગામના લોકોએ ભેદભાવ રાખ્યા વગર પદયાત્રીઓની સેવા કેમ્પ છેલ્લા ૧૭ વર્ષથી ચલાવી રહ્યા છે કોરોના મહામારીમાં પણ સોશીયલ ડિસ્ટન્સ સરકાર ની ગાઈડલાઈન મુજબ રાખવામાં આવ્યો હતો પરંતુ પદયાત્રીઓની નોર્મલ રહી હતી આ કેમ્પમાં અમદાવાદ મહેસાણા ભરૂચ સુરત આણંદ વિગેરે શહેર-જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં થી આસ્થાભેર શ્રદ્ધાળુઓ પગપાળા જતાં ભક્તો આ કેમ્પનો લાભ લેતા હોય છે