વાંકાનેર :  ધમલપર ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

વાંકાનેર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ધમલપર ખાતે આવેલી પ્રાથમીક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

વાંકાનરના ધમલપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળાના ૪૦૦ બાળકોને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી હતી.

બાળકોમાં દવાનો ભય ના રહે તે માટે ખુદ આરોગ્ય કર્મચારીઓ એ પહેલા દવા પી બાદમાં બાળકો ને બતાવી અને બાળકો માં થતી વિવિધ બીમારીઓ અને સરકારના આરોગ્ય વિષયક સવલતો ની વિવિધ સેવાઓ ની માહિતી આપી હતી.

ઉપરોક્ત કામગીરી માં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ધમલપર ના આરોગ્ય કર્મચારી એવા વંદનાબેન સોલંકી, સુપરવાઈઝર ઇન્દુબેન વાઘેલા, કાલુભાઈ અંતરેસા દ્વારા દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. અજય ચાવડા ના માર્ગદર્શન હેઠળ કરવા માં આવેલ હતી