મોરબી ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી ખેડૂત સેમિનાર યોજાયો

આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ અન્વયે હલકા ધાન્યનું ખોરાકમાં મહત્વ સમજાવાયું

મોરબી ખાતે ૧૫ ફેબ્રુઆરીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, દ્વારા આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ નિમિતે આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ બાજરો, જુવાર, રાગી, સામો, કોદરા, દેશી મકાઈ, કાંગ વગેરે સાત ધાન્યનો કે જે પચવામાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું તેવા હલકા ધાનનું ખોરાકમાં શું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

આ સેમીનારમાં દાજીબાપુએ  ધાન્ય પાકોનું પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે આ કેન્દ્રના નિલેશભાઈ, ગમન ભાઈ, ઝલારિયાભાઈ, દલસાનીભાઈ અને વિનુજી એ ફિલ્ડ મુલાકાત કરાવી હતી . સેમિનારના અંતે ડૉ.વડારીયાએ  આભાર વિધિ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે મિલેટ વર્ષ નિમિતે જો કોઈ સ્કૂલ આવા સેમિનારનું આયોજન કરવા માંગતા હોય તો આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાની મો.૯૪૨૬૯૭૨૫૯૦ અને ડી.એ સરડવા મો.૯૪૨૬૭૮૪૬૨૮ નો સંપર્ક કરી શકાશે.