મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાદીલાની વાડીના વોંકળામાં જુગાર રમતા નવ ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પ્રોહી જુગારની બદી સદંતર -નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના ઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં, વાદીલાની વાડી પાસે આવેલ વોંકળામાં બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા બે ઇસમો ખુલ્લા ખેતરનો લાભ લઇ નાસી ગયેલ હોય તેમજ નવ ઇસમોને રોકડ રૂ.૬૪,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૪ કિં.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી 1.નિલેશભાઇ બચુભાઇ અધારા 2.મુકેશભાઇ લક્ષ્મણભાઇ કલોલા ૩.જયંતિલાલ મગનભાઇ જાકાસણીયા 4.વિપુલભાઇ સવજીભાઇ ઘોડાસરા 5.દુર્લભજીભાઇ મહાદેવભાઇ ઘોડાસર 6.ભરતભાઇ કેશવજીભાઇ જીવાણી 7.માણંદભાઇ ભુરાભાઇ સવસેટા 8.વિક્રમભાઇ દેવજીભાઇ પરમાર 9.અબ્બાસભાઇ અલ્લારખાભાઇ કુરેશી, નાસી જનાર 10.કિશોરભાઇ રૂગ્ગાથભાઇ જીવાણી, 11. ઇમુભાઇ ગુલાબભાઇ ચૌહાણ
કબ્જે કરેલ મુદામાલ રોકડ ૩.૬૪,૦૦૦/- તથા અલગ અલગ મોટર સાયકલ નંગ-૦૪ કિં.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ મુદ્દમાલ રૂ.૧,૨૪,૦૦0/ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ પટેલ તથા પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ તથા યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલા તથા રવિભાઇ કીડીયા તથા કિશોરભાઇ દાવા તથા લોકરક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજા નાઓ દ્વારા સદરહુ કામગીરી કરવામાં આવેલ છે.