મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર નો ષટદશમ્ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ધામધૂમ થી ઉજવાયો

વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત નાં પંચવિધ કાર્યક્રમો યોજાયા.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર નો ષટદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવા માં આવ્યો હતો. જે અંતર્ગત પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, જલારામ મંદિર ના સેવાકાર્ય ના સહયોગીઓનો સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત નાં કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક યોજાયા હતા.

આ પ્રસંગે મોરબી રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરીબેન, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રેખાબેન સાગઠીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રમુખ શ્રીમતિ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ ભાવીનભાઈ સેજપાલ, મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અગ્રણી ઉદ્યોગપતિ પંકજભાઈ કાલરીયા, નૈમિષભાઈ પંડિત (સિમ્કો ગૃપ), લોહાણા સમાજ અગ્રણી પંકજભાઈ કોટક (નવસારી વાળા), કીશોરભાઈ ચંડીભમર, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ શ્રી કાકુભાઈ મોદી, વાંકાનેર નગરપાલીકા પૂર્વ ચેરમેન રાજભાઈ સોમાણી, ભગવાનજીભાઈ કાસુન્દ્રા (ગુરૂકૃપા હોટલ), બ્રમ્હ સમાજ અગ્રણી ડો.બી.કે. લેહરુ, જૈન સમાજ અગ્રણી જયેશભાઈ ટોલીયા

આર.કે.એમ. શહેર પ્રમુખ તેજશભાઈ બારા, રઘુવંશી યુવક મંડળ પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ, ક્ષત્રિય સમાજ અગ્રણી શ્રી કૃષ્ણસિંહજી જાડેજા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના પ્રમુખ હસુભાઈ પુજારા, સતવારા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાભી, મોરભાઈ કંઝારીયા, લોહાણા સમાજ અગ્રણી પ્રફુલ્લભાઈ પોપટ(મંત્રી), લોહાણા સમાજ અગ્રણી દીપકભાઈ પોપટ, રઘુવંશી મહિલા અગ્રણી ચંદ્રિકાબેન પલાણ, લેઉઆ પટેલ સમાજ અગ્રણી કે.પી.ભાગીયા, શહેર ભાજપ અગ્રણી ભરતભાઈ ડાંગર, રાજકીય અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, લોહાણા મહાજન મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ,કંસારા સમાજ અગ્રણી જયેશભાઈ કંસારા, નિવૃત પોલીસ અધિકારી દલસાણીયા , PI સોલંકી સાહેબ, PSI ઠક્કર સાહેબ, પોલીસ અધિકારી ભાનુભાઈ બાલાસરા સાહેબ, ASI વનરાજસિંહ રાણા સાહેબ સહીત ના અગ્રણીઓ ઉપરાંત વિવિધ સરકારી વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન સેવા, કુદરતી-માનવસર્જીત આફત સમય ની સેવા, વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, મેડિકલ સાધનો ની સેવા જેવી વિવિધ પ્રકાર ની સેવાઓ કોઈપણ જાત ના નાત-જાત ના ભેદભાવ વિના પ્રદાન કરવા માં આવી રહી છે ત્યારે આ મહામુલી માનવસેવા માં સવિશેષ યોગદાન અર્પણ કરનાર મહાનુભવો ને આ તકે સન્માનિત કરવા માં આવ્યા હતા.

કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, શ્રી લોહાણા મહાજન, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી ક્રાંતિ મંચ, સમસ્ત પોપટ પરિવાર, રઘુવંશી મહિલા મંડળ, શ્રી અયોધ્યાપુરી ગરબી મંડળ, વસંત પ્લોટ મિત્ર મંડળ સહીત ની સંસ્થા ના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.