બાંટવા હળવદ એસટી બસ રૂટમાં નવી ગુર્જર નગરી બસ ફાળવતા લોકોમાં આનંદની લાગણી

વિશાલ જયસ્વાલ હળવદ : બાંટવા ડેપો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાંટવા હળવદ એસટી બસ રૂટ ચાલુ છે જે હળવદ તાલુકાને ઘણો ઉપયોગી છે . સોરઠ વિસ્તારમાંથી ઘણા બધા પરિવારો ખેતી માટે હળવદ પંથકમાં છે જેને આ બસ રૂટ ઘણો જ ઉપયોગી બની રહે છે

ત્યારે બાંટવા ડેપો મેનેજર વિમલ એમ મકવાણા દ્વારા આ બસ રૂટમાં નવી ગુર્જર નગરી બસ ફાળોતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે તેમજ હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા બાટવા ડેપો મેનેજર તેમજ એસટી વિભાગને આભાર વ્યક્ત કર્યો હતો