મોરબીમાં પોતાના કંઠે હનુમાન ચાલીસા પઠન દ્વારા જેવલ- જીયાનાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના બજરંગ ધૂન મંડળની ધૂન દ્વારા જન્મદિનની ગરિમા સભર ઉજવણી

મોરબી આજના આધુનિક યુગમાં બાળકોના જન્મદિવસની ઉજવણી ખુબજ ધમેકદાર કરતા હોય છે,મોંઘી હોટેલમાં મોંઘી કેક કાપી,મોંઘી થાળી સાથે પાશ્ચાતીય સંસ્કૃતિની જેમ ખુબજ ખર્ચાળ રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે રવાપર રોડના ગાયત્રીનગરમાં રહેતા મોરબીના રંગપડીયા મનીષભાઈ દિનેશભાઈના ટીવીન્સ દિકરા – દીકરી જેવલ-જીયાના ના જન્મદિવસ દિવસ નિમિત્તે પાંચ વર્ષના બંને ભાઈ બહેને પોતાના છઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે કેક કાપવાના બદલે ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પોતાના કંઠે સુમધુર સુંદર ભાવવાહી શૈલીમાં સંગીતના સુરો સાથે,તબલાંના તાલે, ઢોલકના નાદ સાથે હનુમાન ચાલીસાનું પઠન કરીને ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ત્યારબાદ મોરબીમાં ગૌસેવા માટે તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે વર્ષોથી ચાલતા બજરંગ ધૂન મંડળની ધૂન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે ધનરાશી એકત્ર કરી જન્મદિનની ઉત્તમ ઉજવણી અન્ય બાળકો માટે પ્રેરણા પુરી પાડેલ છે.ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રંગપડીયા પરિવારના સગા-વ્હાલા સ્નેહીજનોએ આ બંને બાળકોને શુભાષીશ પાઠવ્યા હતા.