શ્રી સરસ્વતી શિશુમંદિર શનાળા અંતર્ગત ચાલતાં માધ્યમિક વિભાગના ધોરણ ૯ નાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર અને ક્યારેય કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં ન થયો હોય તેવો ‘કાવ્યકુંભ’ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની વંદનાથી કરવામાં આવી હતી વંદના બાદ અતિથિ સ્વાગત તેમજ વિદ્યાલયના નિયામક શ્રી સુનિલભાઈ પરમાર દ્વારા પ્રસ્તાવનાં મુકવામાં આવી જેમાં કાવ્યકુંભ કાર્યક્રમ કરવા પાછળનાં ઉદેશ્યો, તેમજ વિદ્યાર્થીઓની અંદર રહેલ સર્જન શક્તિ કેવી રીતે બહાર લાવવી કેવી વાત રજૂ કરી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ રાણીપા જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ બોરોલે તેમજ સ્વરાંગન સ્ટુડિયોનાં સંગીત પ્રેમી એવા હંસરાજભાઈ ગામી આખા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતાં.
જેમાં શિક્ષણાધિકારી નિલેશભાઈ એ ભાષાને બચાવવા માટેનાં આવા કાર્યક્રમો શિશુમંદિર વિદ્યાલય કરી રહ્યું છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. હંસરાજભાઈ ગામી પણ આવા અદભૂત કાર્યક્રમથી ખૂબ જ પ્રભાવિત થયા.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમ કોઈ કેસેટ કે ઓડિયો દ્વારા રજુ થયો ન હતો, આ આખા કાર્યક્રમની બધી જ કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા જ ગાય, વાદન, અભિનય, સમજૂતી દ્વારા રજૂ કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત એવા અતિથિઓનું માધ્યમિક વિભાગ વ્યવસ્થાપક ડો. વિજયભાઈ ગઢીયાએ આભાર દર્શન કર્યું અને શાંતિમંત્ર બોલી સૌ છૂટા પડ્યા