શ્રી સરસ્વતી શિશુમંદિર-મોરબી ખાતે વાલી વિદ્યાલય યોજાઇ

શ્રી મોરબી (શનાળા)માં રાત્રે 9:00 થી 10:30 સુધી વાલી વિદ્યાલયનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાલયમાં અંદાજે 70 વાલીઓ નિયમિત અભ્યાસ કરવા માટે આવતા હતા.

વાલી વિદ્યાલયમાં જ્યારે વાલીઓ આવતા હતા ત્યારે નિયમિત વાલીઓનું સ્વાગત કરવામાં આવતું હતું. જેમાં ક્યારેય પુષ્પગુચ્છ તો ક્યારેક તિલક દ્વારા આમ સાતેય દિવસ અલગ-અલગ રીતથી વાલીનું આચાર્ય દ્વારા સ્વાગત કારવામાં આવ્યું હતું. વાલી વિદ્યાલયની શરૂઆત દેશભક્તિ ગીતથી કરવામાં આવતી હતી. દરરોજ અલગ-અલગ દેશભક્તિ ગીત વાલીઓને ગવડાવવામાં આવતું હતું. ત્યાર બાદ સંકલ્પ પાઠ કરાવવામાં આવતો હતો.

ત્યારબાદ વંદના, પ્રાંત: સ્મરણ, એકત્મતા સ્તોત્ર, અષ્ટાદશ શ્લોકી ગીતાનું કંઠસ્થીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 45 મિનિટ વાલીઓની વૈચારિક સ્પષ્ટતા માટે નિયમિત વિદ્યાલયના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિષયો મૂકવામાં આવ્યા હતા. પ્રથમદીવસે વિદ્યાલયના નિયામક શ્રી સુનિલભાઈ પરમાર દ્વારા વાલી-વિદ્યાલયની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું કે શિક્ષણનું અંતિમ લક્ષ્ય સેવા છે. આપણા સહુમાં સેવાનો ભાવ આવે તો જ શિક્ષણ પ્રક્રિયા સાર્થક થઈ તેમ કહી શકાય.

બીજા દિવસે વિદ્યાલયના મુખ્ય વયવસ્થાપક શ્રી જયંતીભાઈ રાજકોટિયાએ વાલીઓ સાથે વાર્તાલાપના માધ્યમથી વાલીઓને કહ્યુ કે આપણે સૌ એ આપણા નાના નાના આગ્રહો છે, તે તરફ ધ્યાન દોરવું પડશે, તેમણે કહ્યું કે કોઈપણ સારી બાબતો સ્વીકારવામાં સુખ છે, અને ઇનકારમાં દુખ છે આપણે રાષ્ટ્ર માટે કાર્ય કરવાનું છે આપણું કામ ખૂબ જ મોટું છે.

ત્રીજા દિવસે વિદ્યાલયના પ્રધાનાચાર્ય વિષ્ણુભાઈ વિડજાએ સ્વદેશી વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આપણે સ્વદેશી વસ્તુઓ ઉપયોગ કરવો જોઈએ. સ્વદેશી વસ્તુઓ ઉપયોગ કરવાથી નાના વ્યાપારીઓ કારીગરોને રોજીરોટી મળે છે. તેમજ દેશનું નાણું દેશમાં જ રહે છે અને તેનો લાભ આપણને બધાને મળે છે.ચોથા દિવસે વિદ્યાલયના ટ્રસ્ટી અને પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડેસિઆ દ્વારા સંઘ અને સંઘના વિવિધ ક્ષેત્રો વિશેની માહિતી આપી હતી. જેમાં સંઘની સ્થાપના ક્યારે થઈ, સંઘ એટલે શું? સંઘનું કાર્ય શું છે? તેમજ સંઘના વિવિધ ક્ષેત્રો અને તેમના કાર્યો વિશે વિગતવાર માહિતી આપી હતી.

પાંચમા દિવસે વિજયભાઈ ભલગામા દ્વારા ખગોળશાસ્ત્ર વિશે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી. જેમાં તેમણે તિથિ નક્ષત્ર, ચોઘડીયા, વગેરે કેમ જોવા તેની માહિતી ઊંડાણપૂર્વક આપી હતી. યજ્ઞ સમયે જે સંકલ્પપાઠ બોલવામાં આવે છે તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. છઠ્ઠા દિવસે વિદ્યાલયના પ્રધાનાચાર્ય તુષારભાઈ પાણસણીયા દ્વારા “આપણો ગૌરવશાળી ઇતિહાસ” વિશે રસપ્રદ વાતો કરી હતી. તેમજ સૌરાષ્ટ્રમાં બનેલી સત્ય ઘટના પ્રસંગની માહિતી આપી હતી, અને તેમને કહ્યું હતું કે આપણાં બાળકો સુધી આ ગૌરવશાળી ઇતિહાસની માહિતી પહોચાડવી જોઈએ.

દરરોજ બૌદ્ધિકના અંતે પ્રાયોગિક (ક્રિયાત્મક) કરાવવામાં આવતું હતું. જેમાં પ્રથમ દિવસે શારીરિક શિક્ષણની વિવિધ રમતો બીજા દિવસે સંસ્કૃતમાં વિવિધ વસ્તુઓના નામ સંસ્કૃત માં પરિચય વગેરે, ત્રીજા દિવસે યોગ જેમાં ધ્યાન અને મુદ્રા, ચોથા દિવસે સંગીત, પાંચમા દિવસે ભાષાની વિવિધ રમતો, છઠ્ઠા દિવસે વિજ્ઞાન, સાતમા દિવસે એક્યુપ્રેસર વિશે માહિતી આપી હતી.

અંતે વાલીઓના મૌખિક પ્રતિભાવો લેવામાં આવ્યા જેમાં વાલીઓએ જણાવ્યું કે વિદ્યાલયમાં વિદ્યાર્થી તરીકે ભણવાનો જે મોકો મળ્યો તેનાથી અમારું બાળપણ યાદ આવ્યું હોય તેનો અનુભવ થાય છે વાલી વિદ્યાલયના માધ્યમથી ઘણી બધી નવી-નવી બાબતો જાણવા મળી છે તેવું વાલીનું કહેવાનું થયું છે.

મહિનામાં બે વખત આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ તેવો વાલીનો ખૂબ સારો મત હતો. અંતે વાલી વિદ્યાલયના માધ્યમથી ખૂબ જ મજા આવી તેવો સૌ વાલીનો મત હતો.