સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, N. I. M. A., મોરબી અને ડૉ. હર્ષાબેન મોર દ્વારા મોરબીમાં સાપ્તાહિક ફ્રી યોગા ફોર પ્રેગ્નન્ટ વુમન અને ગર્ભ સંસ્કાર સેમીનાર નું આયોજન કરવામાં આવેલ છે.
ડૉ. હર્ષાબેન મોર સદભાવના હોસ્પિટલનાં સિનિયર ડોક્ટર છે. ગર્ભસંસ્કાર અને યોગનું ઉત્તમ જ્ઞાન ધરાવે છે. આ પ્રકારના ઘણા સેમીનારમાં સેવા આપી ચુક્યા છે.
દર બુધવારે યોજાનાર ફ્રી સેમીનાર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે ડૉ. હાર્દિક જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ,મોરબી) ના નંબર – 92288 00108 પર ફક્ત વોટ્સએપ મેસેજ કરવો.
હવેથી દર બુધવારના યોજાનાર આ નિઃશુલ્ક સેમિનાર કેમ્પમાં વધુમાં વધુ મહિલાઓ લાભ લે તેવી શ્રી સાગર રવિચંદ જેસ્વાણી – ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે.