ટંકારા તાલુકાના વિરપર ગામે ખરાબા પૈકીની જમીન લાગુ કે બેઠા થાળે કે અન્ય બાબતે ગ્રામ પંચાયત તથા આજુ-બાજુના ખાતેદારોની સંમતી લેવાય ત્યારે બાદ જમીન ફાળવાય
સરકારના નિયમો મુજબ આ ગામે જુદા-જુદા હેતુઓ માટે કલેકટર તરફથી નિયમો મુજબ જમીન ફાળવવામાં આવે છે. આ જમીન ફાળવણી બાબતે જે-તે ખાતેદારોને જમીન ફાળવ્યા બાદ ઉપરના સરવે નંબરના તથા બાજુના ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે તકરાર ઉભી થાય છે. તો હવેથી જ્યારે આવી જમીન ફાળવવામાં આવે ત્યારે વિરપર ગ્રામ પંચાયત તથા અન્ય આજુ-બાજુના ખાતેદારોની સંમતિ લઇને યોગ્ય કાર્યવાહી કરવા મોરબી જિલ્લા કલેકટરને વિરપર સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે