મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

        મોરબીના ટુ વ્હીલર માટે GJ36-AA, GJ36-AB, GJ36-AE, GJ36-AG, GJ36-AH તથા ફોર વ્હીલર માટે GJ36-AF, GJ36-AJ સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રીટેન્ડર પ્રક્રિયા તા.૧૨/૦૪/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૧૨/૦૪/૨૦૨૩ થી તા.૧૯/૦૪/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

તા.૧૯/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૧/૦૪/૨૦૨૩ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ બાકી રકમનું ચુકવણું  પરીણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઇટ પર જઇને  કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે