મોરબી શહેરની પ્રજાએ પુરા વિશ્વાસ અને ઉમંગથી મોરબી નગરપાલિકામાં ભાજપને સત્તા સોંપાયેલ જેમાં 52 ને 52 સદસ્ય ભાજપના ચૂંટાઈને મોકલેલા પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ બિન અનુભવી બિન આવડત વાળા લોકોના હાથમાં નગરપાલિકાનુ સુકાન સોંપવાથી મોરબી શહેરની પરિસ્થિતિ નર્કાગાર કરી નાખેલી જે એક વખતનું સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું હતું તેને ભાજપના શાસનમાં મોરબી શહેરને નર્કાગારમાં ફેરવી નાખેલ હતું પાલિકાના બિન આવડત ભર્યા વહીવટના કારણે મોરબી શહેરની રાજાશાહી વખતનો ઝુલતો પુલ તૂટી ગયેલ અને એમાં નિર્દોષ માનવીઓના મૃત્યુ થયા જેના કારણે ગુજરાત હાઇકોર્ટે સુમોટો દાખલ કરી ગુજરાત સરકારને મોરબી નગરપાલિકા કામ કરવામાં નિષ્ફળ ગયેલ છે
જેની બેદરકારી થી મોરબી ઝુલતાપુલની ગોજારી ઘટના બની જેમાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા તેની તમામ જવાબદારી નગરપાલિકા અને ઓ રેવા કંપની ની કોર્ટ માની અને કોન્ટ્રાક્ટ મોરબી નગરપાલિકા ના બિન જવાબદાર વહીવટ અને બેદરકારી ગણી ગુજરાત સરકારને નોટિસ પાઠવી કે પાલિકા સામે સરકાર સું પગલાં લેવા માંગે છે સુપર સિડ સા માટે ના કરવી તેવી નોટિસ સરકાર ને આપતા જેના અનુસંધાને ગુજરાત સરકારનનો શહેરી વિભાગ ઉઘ માંથી જાગી મોરબી શહેરની નગરપાલિકાને કેમ સુપરહિટ ના કરવી તેવી નોટિસ પાઠવી અને સદસ્ય નો જવાબ માગેલો જેમાં સદસ્યોએ પ્રથમ જનરલ બોર્ડમાં ગુજરાત સરકારની નોટિસના લિરે લીરા કરી નોટિસનો જવાબ પણ આપેલ નહીં અને સરકારે ફરી વખત બે દિવસમાં જવાબ આપવા જણાવેલ જેનો જવાબ સદસ્ય પોતપોતાની રીતે સરકાર માં અલગ રજુકરેલ અને કોર્ટ માં દાદ માંગેલ કે મોરબી પાલિકા સુપર સિડ ના કરવી જોઈ એ પરંતુ સરકારમાં રજુ થયેલ જવાબ સંતોષકારક નાં લાગ્યા સરકારે એવું માની લીધું કે ભાજપ ના ચૂંટાયેલ સદસ્યોમોરબી નગરપાલિકા ચલાવવા માં નિષ્ફળ ગયા છે તેને કારણે મોરબીની નગરપાલિકા નુ વિસર્જન કરી નાખવા માં આવે.
આમ ભાજપ ની મોરબી શહેરની એ ગ્રેડની પાલિકા ને સરકારે સુપર સીટ કરતા મોરબી શહેર ની પ્રજામાં તેનો અતિ આનંદ પ્રજાના મુખ ઉપર દેખાય છે કારણ કે પૂરી બહુમતી સાથે ની ભાજપ ને 52 સદસ્ય સાથેની મોરબી નગરપાલિકા આપેલ છતાં પ્રજા ના કોય કામ થતાં ના હતા પ્રજા ને પ્રાથમિક સુવિધા અને સુખાકારી આપવામાં નિષ્ફળ નિવડેલ છે અને ભ્રષ્ટાચાર માઝા મુકેલ હતી પ્રજાના ટેક્સના પૈસાનો મન ફાવે તેમ ગેરઉપયોગ થતો હતો જેથી પ્રજા ખુશ છે કે હવે આ ભ્રષ્ટાચારી અને બિન આવડત ભર્યા વહીવટ થી છૂટકારો મળિયો છે અને છે વહીવટદાર ના શાસનમાં મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા મળસે તેવી આશા બંધાણી છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજગુરુ ની પ્રેસ યાદી જણાવે છે