એમબીબીએસ અને એમએસ બાદ ઉચ્ચ તબીબી કોર્સમાં પ્રથમ આવીને મોરબીનું ગૌરવ વધાર્યુ
મોરબી : મૂળ મોરબીના ખાનપરના ડોકટર એમસીએચ સુપરસ્પેશિયાલિસમાં કેરળ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા છે. આ તબીબે એમબીબીએસ અને એમએસ ઉપર થતા આ ઉચ્ચ તબીબી કોર્સમાં પ્રથમ આવીને મોરબીનું ગૌરવ વધાર્યુ છે.
મૂળ મોરબીના ખાનપર ગામના વતની ભીમાણી ધવલ અશોકભાઈ એમબીબીએસ, એમએસનો અભ્યાસ કરીને ઉચ્ચ તબીબી કોર્સ માટે કેરળના કોટ્ટયમની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. જેમાં તેઓએ અથાક મહેનત કરીને સુપરસ્પેશિયાલિટી એમસીએચ કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જરીમાં કેરળ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં પ્રથમ નબર મેળવ્યો છે.
હવે તેઓ ભવિષ્યમાં ન્યૂનતમ આક્રમક કાર્ડિયાક સર્જરી અને થોરાસિક સર્જરી (નાના ચીરાની સર્જરી) કરીને લોકોની સેવા કરશે. આ તબીબે ઉચ્ચ તબીબી ડીગ્રી એ પણ દેશના 100 ટકા શિક્ષણ ધરાવતા રાજ્ય કેરળમાં પ્રથમ ક્રમે મેળવીને મોરબી જ નહીં સમગ્ર ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે