આગામી ૨૩ એપ્રીલ હક્ક-દાવા નોંધાવવાનો છેલ્લો દિવસ હોઈ જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ચૂંટણી વિભાગની અપીલ
તારીખ ૦૧/૦૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તારીખ ૧૬/૦૪/૨૦૨૩ અને ૨૩/૦૪/૨૦૨૩ એમ બે દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગત તારીખ ૧૬/૦૪/૨૦૨૩ ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ બૂથ લેવલ અધિકારીઓ દ્વારા નામ નોંધણી, નામ સુધારા-વધારા તેમજ નામ કમી કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.
સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે સી.ઈ.ઓ. ઓફિસ ગાંધીનગરના અધિક કલેક્ટર આર.પી. પટેલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ તેમજ તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા બૂથની વિઝીટ લેવામાં આવી હતી.
આગામી તારીખ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ હક્ક-દાવા સ્વીકારવા માટેનો છેલ્લો દિવસ હોઈ જિલ્લાના તમામ નાગરિકોને લાભ લેવા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.