રામાયણ , મહાભારત , ભાગવત , ગીતા સહિત તમામ વેદ પુરાણો નો સમન્વય એટલે પ્રજ્ઞા પુરાણ
હિન્દુ ધર્મમા અઢાર પુરાણોનો ઉલ્લેખ છે જ્યારે પ્રજ્ઞા પુરાણને ઓગણીસમુ પુરાણ કહેવામાં આવે છે – વકતાશ્રી મીનાક્ષીબેન કાબરિયા
ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ચાલી રહેલ શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા માં વાંકાનેર રાજવી કેશરીદેવસિહ ઝાલા , સુરેશભાઈ પ્રજાપતિ , કે.ડી.ઝાલા , મહાવીરસિંહ ઝાલા , બ્રહ્મ અગ્રણી નીશિતભાઈ જોષી , ગજેન્દ્રસિંહ રાઠોડ , રસિકભાઈ વોરા સહિતનાઓ દ્વારા વક્તા મીનાક્ષીબેન કાબરીયાનું ઉપવસ્ત્ર ઓઢાડીને સન્માન કરવામા આવેલ.
આ પ્રસંગે મહારાજા કેશરીદેવસિંહ ઝાલાનું રઘુવંશી સમાજના અગ્રણી વિનુભાઈ કટારીયાએ ગાયત્રી પરિવાર વતી ઉપવસ્ત્ર પહેરાવી સન્માન કરાયુ હતું.