મોરબી : ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાશે

ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક તા.૦૯/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરી, મીટિંગ હોલ, મોરબી ખાતે  સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ બેઠકમાં તારીખ ગત તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ મળેલ  ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) બેઠકની કાર્યવાહી નોંધને બહાલી મળવા બાબત તેમજ માર્ચ ૨૦૨૩ અંતિત વિવિધ વિભાગોની ભૌતિક નાણાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવનાર છે.