ટંકારા તાલુકાના મોટા રામપર (મહેન્દ્રપુર) બિરાજમાન અને નાના રામપર, ઉમિયાનગર, નશીતપર એમ ચારેય દિશાઓમાં રક્ષણ અને પોષણ કરતા શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય પુર્ણ થવાના પાવન અવસર પર ત્રિદિવસીય પુનઃપ્રાણપ્રતિષ્ઠા રામ-લક્ષ્મણ જાનકી તથા શિવ પરિવારના પાર્વતીજી, ગંગાજી કુર્મ નારાયણ નંદી કેસ્વર તેમજ નિર્માણ થયેલ ભવ્ય મંદિર નિર્માણ થયેલ છે આ મંગલમય ત્રણ દિવસના મહાયજ્ઞમાં શ્રી નારીચાણીયા હનુમાનજીની કૃપા પ્રસન્નતા અને આશિર્વાદ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે
પાપહરી પ્રથમ દિવસ વૈશાખ સુદ- ૮ ને શુક્રવાર તા. ૨૮/૪/૨૦૨૩ સાંજે ૫-૧૫ મિનિટે હેભાદ્રી શ્રવણ દસ વિધિ સ્નાન પાપ પ્રાર્યશ્ચિત, મંત્ર સ્નાન મહાસ્નાન નિયમ ગ્રહણ
પાવનકારી પ્રથમ દિવસ : વિક્રમ સવંત ૨૦૭૯ વૈશાખ સુદ -૯ ને શનિવાર તા. ૨૯/૪/૨૦૨૩ સવારે ૮-૩૦ વાગ્યે ગણપતિ પુજન પુણયવાચન, માતૃકા પુજન નાન્દી શ્રાદ્ધ આચાર્યાદી ત્રુત્વિજવરણ ધર્મરક્ષક શક્તિપુજા, યજ્ઞ મંડપ પ્રવેશ બપોરે ૧૨-૧૫ વાગ્યે અગ્નિ પ્રાગટ્ય
મંગલકારી દ્રિતીય દિવસ : વૈશાખ સુદ દશમને રવિવાર તા. ૩૦/૪/૨૦૨૩ સવારે સ્થાપિત દેવ પુજા જલયાત્રા, ગ્રામરક્ષક ગુરૂ પાદુકા પૂજન, દેવ શોભાયાત્રા જલાધિવાસ, હલાધિવાસ પુષ્પા દિવસ, ધાન્ય ધિવાસ, શયના ધિવાસ, થાળ, આરા
તારણહારી તૃત્ય દિવસ : વૈશાખ સુદ-૧૧ ને સોમવાર તા. ૧/૫/૨૦૨૩ સવારે ૮-૩૦ વાગ્યે દેવ જાગૃતિ, સ્નપનસ્નાન, ન્યાય પિઠીકાપુજન, શિખર પુજન,
બપોરે ૧૨-૧૫ વાગ્યે દેવસ્થાપન, પ્રર્તિષ્ઠા, પ્રાણપુરણ, સાંજે ૪ વાગ્યે ઉતર પુજન, બલિદાન બસ એજ લી. શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરના કમિટી સભ્યોતથા સમસ્ત ગામ અને પુજારી ભરત દાસ બાપુ કુબાવત