સુલતાનપુર શાળા માં સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે ફરજ બજાવનાર ચેતનકુમાર વનાળિયા ને શિક્ષક દિન ના દિવસે વી.સી મોરબી ખાતે શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મળ્યો હતો અને જિલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા હતા અને હાલમાં જ તેમને TPEO શર્મિલાબેન, ભૂતપૂર્વ BRC નિરંજની સાહેબ, અને મહાસંઘ ના પ્રમુખ દિનેશભાઈ અને હસુભાઈ દ્વારા તાલુકા પંચાયત ખાતે ફરી થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આવી જ રીતે આગળ વધતા રહો એવી શુભેચ્છા પાઠવી હતી
ચેતનકુમાર કહે છે કે મને બાળકો નું ભણતર સાથે ગણતર થાય એવી પ્રવુતિઓ કરાવવી વધારે ગમે છે મારું માનવું છે કે વિધાર્થી ને જો પ્રવુતિ સાથે જ્ઞાન આપવામાં આવે તો બાળક વધારે ઝડપથી અને વધારે સમય સુધી યાદ રાખી શકે છે વિધાર્થીઓ માટે હું હંમેશા એક માર્ગદર્શક,સલાહકાર અને તેમની પ્રગતિ થાય એવી આશા થી કામ કરું છું