મોરબી : સાયન્સના પરિણામમાં જિલ્લામાં પ્રથમ નવયુગ સાયન્સ સ્કૂલ

ધોરણ-12 સાયન્સનું રીઝલ્ટ જાહેર થયુ તેમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 83.22% રીઝલ્ટ આવ્યુ હતુ.

મોરબી જિલ્લાના ધોરણ-12 સાયન્સના રીઝલ્ટની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેમા નવયુગ સાયન્સ સ્કૂલનાં વિદ્યાર્થી અઘેરા હિત ધોરણ-12 સાયન્સનાં રીઝલ્ટમાં 650 માર્કસ માંથી 597 માર્કસ સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

ગુજકેટની પરીક્ષામાં પણ નવયુગ સાયન્સ સ્કુલના વિદ્યાર્થી અઘેરા હિત કેમેસ્ટ્રી અને બાયોલોજી બંને વિષયમાં 40 માંથી પૂરા 40 માર્કસ મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું, નવયુગ પરિવારનું અને પોતાના કુટુંબનું નામ રોશન કર્યુ છે.

આ બદલ નવયુગ પરિવાર તેમજ નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયા દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે