મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

તારીખ 4-5 -2023 ના રોજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં પ્રમુખ તરીકે મયુરીબેન કોટેચા અને તેની સમગ્ર ટીમે શપથ લીધા હતા સાથે ઉપપ્રમુખ તરીકે રંજનાબેન શારડા, સેક્રેટરી તરીકે જ્યોતિબેન વિઠ્ઠલપરા અને ટ્રેઝરર તરીકે મનીષાબેન ગણાત્રા એ શપથ લીધા હતા.

આ સમારોહમાં શપથ પુરોહિત તરીકે IL આશાબેન પંડ્યા અને નેશનલ ના હોદ્દેદારો માંથી ચીફ પેટ્રોન IL હિતેશભાઈ પંડ્યા IL વનરાજભાઈ ગરૈયા ILધીમંતભાઈ શેઠ અને IL શોભના બા ઝાલા ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો.

આ સાથે શહેરના અગ્રણીઓ PI લખધીરકા મેડમ, દેવેનભાઈ રબારી, જેન્તીભાઈ રાજકોટિયા, જીતુભાઈ વરસોલા, સહદેવસિંહ ઝાલા અને કાજલબેન ચંડીભમર, IPP પ્રીતિબેન દેસાઈ, IPP નયનાબેન બારા જેવા મહાનુભાવો એ ઉપસ્થિત રહીને મયુરીબેન અને તેની પૂરી ટીમને શુભેચ્છા પાઠવી હતી વર્ષ 2023-24 ના ક્લબ મેમ્બર્સ એ પણ મોટી સંખ્યામાં હાજરી પુરાવી પોતાના ઉમંગ અને ઉત્સાહનો અનુભવ કરાવ્યો હતો.