મોરબીના ૩ ગામોનો ૨૫ વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલી મેં મારુ કર્તવ્ય નિભાવ્યું : બ્રિજેશ મેરજા 

મોરબી તાલુકાનાં જૂના – નવા સાદૂળકા સાથે મહેસૂલી દફ્તરથી જોડાયેલ ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામનો રેવન્યુ રકબો અલગ કરી મહેસૂલી ગામો જાહેર કરવાનો પ્રશ્ન ૨૫ વર્ષથી પડતર હતો. આ ત્રણેય ગામના આગેવાનોએ મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ રજૂઆત કરતાં વર્ષો જૂનો આ જટીલ પ્રશ્ન તેમણે પોતાની વહીવટ સુઝ અને કામ પાર પાડવા સતત ફોલોઅપ લેતા ભાજપ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબતે મંજૂરી આપતા આ પ્રશ્ન ઉલેકાયો તેનો શ્રેય તાલુકા -જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ફાળે જાય છે તેમ બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે.

આમ આ પ્રશ્નના નિરાકરણનો સમગ્ર શ્રેય તેમણે ભાજપ સંગઠન અને સરકાર ને આપ્યો છે પોતે માત્ર નિમિત છે. આમ, ૨૫ વર્ષ જૂનો જટીલ પ્રશ્ન ઉકેલાયો એ જ મોટી ઉપલબ્ધધી છે જેનો મને ભારે મોટો સંતોષ છે. લોકોની વર્ષો જૂની લાગણી આ રીતે ઉકેલવામાં માન. મુખ્યમંત્રીએ ખાસ નિર્ણય લીધો છે સાથે વહીવટી તંત્રનો હકારાત્મક સહયોગ તેમજ ગ્રામ આગેવાનોની સમજદારી પણ સરાહનીય છે.

૨૫ વર્ષ જૂનો આ પ્રશ્ન ઉકેલાતા ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામના લોકોએ બ્રિજેશ મેરજાને અભિનંદન આપી આભાર વ્યક્ત કરેલ તેના પ્રતિભાવમાં નમ્રભાવે તેમણે કહ્યું કે મોરબીના ૩ ગામોનો ૨૫ વર્ષ જૂનો મહેસૂલી પ્રશ્ન ઉકેલી મેં માત્ર મારુ કર્તવ્ય નિભાવ્યું છે. પ્રજાના કામો આ રીતે કરતાં રહેવાની નિષ્ઠા તેમણે વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશ મેરજા હાલ કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં છેલ્લા ૧૦ દિવસથી વ્યસ્ત છે ત્યાંથી તેમને ૩ ગામોના આગેવાનોએ વ્યક્ત કરેલ આભારનો નમ્ર પ્રતીભાવ પાઠવ્યો છે.