માળીયા : દેવ સોલ્ટ દ્વારા ૫૧ માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

(રીપોર્ટર : મયંક દેવમુરારી )
માર્ચ મહિનાની 04 તારીખ ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવામાં આવે છે . આ દિવસનો ઉદેસ રસ્તાઓ , કાર્યસ્થાળો , આરોગ્ય અને પર્યાવરણ સહીત તમામ પ્રોટોકાલ વિશે જાગૃતી લાવવાનો છે . સલામત વાતાવરણની ખાતરી માટે ઘડવામાં આવેલા પગલા અને નિયમો વિશે લોકોને શિક્ષિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . તેના અનુસંધાને દેવ સોલ્ટ પ્રા . લી . માં પણ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ( સપ્તાહ ) ની ઉજવણી કરાઈ હતી જેમાં ૭ દિવસ સુધી દેવ સોલ્ટ કંપની ના કર્મચારિયોના કામમાં સુરક્ષા પ્રતિ જાગૃત્તા લાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું .

વિવિધ સ્પર્ધાઓનું આયોજન તારીખ મુજબ : ૧. SCBA ( સેલ્ફ કનટેઇન્ડ બ્રીથીગ એપારટસ ) સેટ ડ્રીલ ૨. સેફટી પોસ્ટર સ્પર્ધા ( ૩. સેફટી સ્લોગન સ્પર્ધા ૪. ફાયર હાર્મેન્ટ ડ્રીલ ૫. સેફટી ક્વીઝ અને સમાપન સમરોહ આ વિવિધ સ્પર્ધા માં ભાગ લેનાર તમામ વિજેતાઓને મેડલ અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરાયા હતા . આ વિવધ સ્પર્ધાઓનું આયોજન કરવાનું એક માત્ર ઉદેસ કંપનીમાં કામ કર્તા તમામ કર્મચારિયોમાં કાર્યસ્થળ પર સુરક્ષાની જાગૃતિ ઉજાગર કરવા માટે હતુંથી કરવામાં આવ્યું હતું . આ સમગ્ર કાર્યક્રમ કંપનીના એડીસનલ ડાયરેકટર વિવેક સોમાની ના નેતૃત્વ હેઠળ સેફટી ઓફિસર રામવીર સિંગ કરી હતી . કંપનીના બધા કર્માચાર્યોએ આ વિવિધ સ્પર્ધામાં હોશે ભાગ લીધો હતો અને કાર્યસ્થળ પર સુરક્ષા પ્રતિએ જાગૃતિ લાવવા માટે કંપનીના મેનજમેન્ટનો અભાર વ્યક્ત કર્યો હતો .