મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG અને GJ36 AH તથા ફોર વ્હીલર માટે GJ36 AF, GJ36 AJ ઉપરાંત ટ્રાંસપોર્ટ વાહનો માટે GJ36 X તેમજ થ્રી વ્હીલર માટે GJ36 W સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૧૨/૦૬/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. ૧૨/૦૬/૨૦૨૩ થી તા. ૧૪/૦૬/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૧૪/૦૬/૨૦૨૩ થી તા. ૧૬/૦૬/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૧૬/૦૬/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)