મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે. વિસ્તાર માંથી આજથી ૧૧ માસ પહેલા સગીરવયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી કોપર્સને શોધી કાઢતી મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ
મોરબી જિલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ તેમજ ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન એમ.આર.ગોઢાણીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.એચ.ટી.યુ. મોરબીનાઓને આપેલ હોય જે અન્વયે તેઓએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના સ્ટાફના મણસોને જરૂરી કાર્યવાહી કરી હકિકત મેળવી સગીરવયની બાળાઓને શોધી કાઢવા સુચના કરેલ હતી.
જે અન્વયે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૫૭૨/૨૦૨૧ ઇ.પી.કો. ક. ૩૬૩,૩૬૬ વિગેરે મુજબના ગુનાના કોપર્સ તથા આરોપી શોધી કાઢવા મોરબી પોલીસ એ.એસ.પી. અતુલ બંસલ મોરબી વિભાગ, મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય તેમજ મોરબી સીટી એ ડીવી. એલ.સી.બી., એસ.ઓ.જી. તથા એ.એચ.ટી.યુ. સ્ટાફના માણસોની ટીમો બનાવી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન વિગેરે રાજ્યમાં તપાસ કરી શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન એ.એચ.ટી.યુ. મોરબીના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને હકીકત મળેલ કે, સદર ગુનાના આરોપી તથા કોપર્સ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લામાં હોવાની હકિકત મળેલ, જે અન્વયે પો.સ.ઇ.. એ.એ.જાડેજા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના સ્ટાફના માણસો સાથે તપાસ કરતા આરોપી નિકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા ઉ.વ. આશરે ૨૧ રહે.મુળ લોઠીયા તા.જિ.જામનગર વાળો તથા કોપર્સ એમ બન્ને રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ આજોલીયાકા ખેડા ખાતે આવેલ સેવન હોટલ ખાતેથી મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એ.એ.જાડેજા તથા ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા HC જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઇ કાસુન્દ્રા તથા વુપોકોન્સ. કોમલબેન મિયાત્રા વિગેરે દ્વારા કરેલ છે.