મોરબીમાં આજના આધુનિક યુગમાં પણ હત્યા જેવી ઘટનાઓ અટકવાનું નામ જ લેતી નથી સામાન્ય બોલાચાલી હોય કે પછી પરિવારિક પ્રશ્ન ની નાની મોટી ચર્ચા વિચારણા શાંત સ્વભાવે કરી શકે એવા પોઝિટિવ વિચારો જાણે આજના માનવમાં માનવતા મરી પડી હોય તેમ સારા વિચારો નાબૂદ થઈ ગયા હોય તેમ એકાએક ગુસ્સો ક્રોધિત બની સામાન્ય ગ્રહ કંકાસ જેવી ઘટના માં પરિણીતા મોતને ભેટી છે એવી એક ઘટના મોરબીના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં પ્રકાશમાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે પોતાના જ પત્નીની હત્યા કરી જીવનસાથીને મોતને ઘાટ ઉતારી દઇ દીધાની ઘટના પ્રકાશમાં આવી છે એ પણ એવા સમયે ક્યાંથી બે દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી એના ત્રીજા દિવસે પતિના હાથે પત્નીની હત્યા ની ઘટના પ્રકાશ માં આવી છે
જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વિધુતનગર નગર માં રહેતા પ્રવીણ મચ્છર રામ કુબાવત તે નશાની હાલતમાં ગુસ્સો ક્રોધીત બની પોતાના જીવનસાથીને મોતને ઘાટ ઉતારી દીધા અંગેની જાણ થતાજ સમગ્ર વિસ્તારમાં ધેરા શોકનું મોજું ફરી વળ્યું છે મૃતક પરિણીતાનો ડેડબોડીને પોસ્ટમોર્ટમ અંતર્ગત હોસ્પિટલે ખસેડવામાં આવી છે હત્યા કરીને ભાગેલા પતિને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે