મોરબીના ધૂળકોટ ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

મોરબીના ધૂળકોટ ગામની સીમમાં એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મોરબી તાલુકા પોલીસની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાતમીના આધારે તપાસ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફે ધૂળકોટ ગામની સીમમાંથી ગફાર સુલેમાનભાઈ મોરી ઉવ ૫૩ને હાથ બનાવટની જામગરી બંદુક કિંમત રૂ ૧૫૦૦ સાથે પકડી લીધો હતો. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.