મોરબીમાં બાપ-દીકરાની ઠગ ટોળકી એ કેટલાય લોકોને ઠગી લીધાની લોક ચર્ચા

મોરબી જિલ્લામાં ઠગ વધી રહ્યા છે.લોકોને વિશ્વાસમાં લઈને ખોટા સોગંદનામું કરી આપી પોતાના વિશ્વાસમાં લઈને વધુ રૂપિયા કમાવી આપવાની લાલશા આપી મોરબી જિલ્લાના ઘણા લોકોની સાથે છેતરપીંડી આચરી હોવાની લોક ચર્ચા જાગી છે. ત્યારે આવા ઠગ લોકોની સામે કાર્યવાહી કરાવવા તેમજ આ ઠગ લોકોને ખુલ્લા પાડવા ખૂબ જરૂરી છે.હાલમાં આ મોરબી જિલ્લાનો ઠગ સુરતમાં જલસા કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકોને વિશ્વાસમાં લઈને તેની સાથે વિશ્વાસઘાત કરવામાં માહિર આ બાપ-બેટાની જોડી રૂપિયા લેવા માટે ગમે તેવા ખોટા સોગંદનામું પણ કરી આપશે,મોટા મોટા ધંધા પોતે આ રૂપિયાનું રોકાણ કરે છે એવા બણગાં ફૂંકશે પરંતુ મોરબી જિલ્લાના લોકોને અપીલ કે આવી કોઈ વાતમાં ભરમાશો નહિ અને જો તમારી સાથે પણ આ રીતની કોઈ ઠગાઈ થઈ હોય તો ઝડપથી જ તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવો.